લોકહિત માટે ફરીથી લાકડિયા ગામ માં લોકદરબાર ભરવા માં આવ્યો - At This Time

લોકહિત માટે ફરીથી લાકડિયા ગામ માં લોકદરબાર ભરવા માં આવ્યો


ગામ લાકડિયામાં તા.૨૧ જૂન ૨૦૨૨ના સાંજે ૦૪:૦૦ વાગ્યે લોકદરબાર ભરવામાં આવેલ હતો જેમાં લોકહિતના મૂલ્યોનું જતન જે મુજબ થવું જોઈએ એ મુજબ કરવામાં આવેલ નથી જેવા આક્ષેપો લોક રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા જેના અનુસંધાનમાં લોકહિત રક્ષક સમિતિ દ્વારા અરજી કરવામાં આવી હતી જે અરજીમાં લોકો માટે પોલીસ ધ્યાન કેન્દ્રિત કરે તેવું અરજીમાં જણાવ્યું હતું
જે અરજી ને લઈને આજ રોજ SP સાહેબ ની હાજરી માં લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં લોકદરબાર જે હેતુ માટે ભરવામાં આવવો જોઈએ એ હેતુ સાર્થક થાય તેવા પ્રયાસો કરવા માં આવ્યા હતા

પોર્લીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો ભાવ વધે એ જરૂરી છે પણ અહીં સામાન્ય જનતા પોલીસથી – સુરક્ષા કરતા ભય વધુ અનુભવે છે.

તેમજ હજુ પણ લોક મુખે ચર્ચાઈ રહેલ પ્રશ્નો ડર ના કારણે બહાર આવતા નથી જેવા મુદ્દાઓ એક તો ગામની અંદર પોલીસ સ્ટેશન હોવા છતાં પણ પેટ્રોલીંગ નો અભાવ, નંબર પ્લેટ વગરની બાઇક નો ઉપયોગ પોલીસ કર્મચારીઓ જ કરતા હોય છે તેમજ સામાન્ય અને મજૂર કે મધ્યમ વર્ગના જ વાહનોના મેમાં આપવામાં આવે છે. મોટા વાહનો કે બ્લેક કાચની ફિલ્મ પટ્ટી વાળી ગાડીઓ જેવા અનેક મુદાઓ લોકો ના મનમાં જ રહી જાય છે ઓવર સ્પીડ થી દોડતાં વાહનો ક્યારેક અકસ્માત નોતરે તો જવાબદાર કોણ શાળા ના સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પેટ્રોલીંગ ઘણી એવી જગ્યાએ દારૂડિયા જોવા મળે છે કે મહિલા અને શાળા માથી છૂટી ને નીકળતી છોકરીઓ બપોરના સમયે ડરી ડરી ને ચાલતી હોય છે બેવડાં ફરતા હોય છે જેથી કરીને પેટ્રોલીંગ પર ભાર મૂકવામાં આવે આવા અનેક પ્રશ્નો લોકો ના મનમાં રહી જાય છે

લોક દરબારમાં મહિલાની હાજરી જોવા મળેલ નથી.

વાહન ચેકિંગમાં પણ મોટાભાગે ત્રાડપત્રી વિનાની(રેતી કપચી/ઈંટો/સિમેન્ટ) કેટલીયે ગાડીઓ રોજ નિકડે છે. પણ એ ગાડીઓનાં મેમાં રસીદ, કૌભાંડ ફરીયાદમાં પણ જોવા માળતા નથી.
લોકતંત્ર હિત રક્ષક સમિતિ દ્વારા બતાવવા માં આવ્યું હતું જેને લઈને
લોક દરબાર લોકજાગૃતિ અને લોકહિતમાં હોઈ આ બાબતે ફરીથી લોકદરબારનું જાહેર સ્થળ પર આયોજન કરવામાં આવ્યું અને લોકતંત્રની સાચી વ્યાખ્યા સાર્થક કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.