સિક્યોર માઇન્ડસ કાર્યક્રમ ગૌરવમય રીતે મોડાસા એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયો. - At This Time

સિક્યોર માઇન્ડસ કાર્યક્રમ ગૌરવમય રીતે મોડાસા એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયો.


ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, મોડાસામાં 28 ફેબ્રુઆરી 2025 ના રોજ "સિક્યોર માઇન્ડસ" કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન ટેકનોપ્રીન્યર ક્લબ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ફ્રોડ અને વિદ્યાર્થીઓનો માનસિક તણાવ દૂર કરવાનો હતો.

પ્રોગ્રામમાં વિવિધ શોર્ટ ફિલ્મો બતાવવામાં આવી, જેમાં સાયબર ફ્રોડ વિશે જાગૃતિ અને વિદ્યાર્થીઓ માટે માનસિક સહાયના મહત્વને લગતી માહિતી આપવામાં આવી. આ સાથે, વિદ્યાર્થીઓને મનોરંજક અને તણાવને દૂર કરવા માટે ઘણી મજેદાર પ્રવૃત્તિઓ પણ રાખી હતી.
તદુપરાંત, ડો. હેમંત રાઠવા (એમ ડી, મનોચિકિત્સક) દ્વારા તણાવમુક્ત જીવન ની ચાવીઓ વિડિયો મેસેજ દ્વારા પાઠવવામાં આવેલ.

આ પ્રસંગે, પ્રિન્સિપાલ ડૉ. જીતેન્દ્ર વાઢેર સાહેબ શ્રી એ સંસ્થામાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મિત્રો માટે "કાઉન્સેલિંગ સેલ" નું ઉદ્ઘાટન કર્યું, જે સ્ટ્રેસ મૅનેજમેન્ટ અને માનસિક સુખાકારી માટે સહાયક બનશે.

આ કાર્યક્રમમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ, વિભાગીય વડાઓ તેમજ અધ્યાપકોની ઉપસ્થિતિ રહી હતી, જેમણે કાર્યક્રમનો પૂરેપૂરો લાભ લીધો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image