શું ChatGPT ના Ghibli આર્ટ જનરેટર પર પર્સનલ ફોટા અપલોડ કરવા સુરક્ષિત છે? યુઝ કરતા પહેલા એક વાર જાણી લેજો. - At This Time

શું ChatGPT ના Ghibli આર્ટ જનરેટર પર પર્સનલ ફોટા અપલોડ કરવા સુરક્ષિત છે? યુઝ કરતા પહેલા એક વાર જાણી લેજો.


(સોર્સ સોશિયલ મીડિયા )
એક તરફ Ghibli સ્ટાઇલમાં ફોટો બનાવવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. તો બીજી તરફ પ્રાઈવસી એક્સપર્ટે તેના વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો તમે પણ ગીબલી સ્ટાઇલ આર્ટ બનાવવા માટે ChatGPT પર તમારા અંગત ફોટા અપલોડ કરી રહ્યા છો, તો જાણો તે કેટલું સલામત છે?

લોકોએ OpenAIના Ghibliના AI આર્ટ જનરેટર પર ડિજિટલ પ્રાઈવસી અંગે ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. જો તમે પણ ChatGPT પર તમારા અંગત ફોટા અપલોડ કરીને ઘિબલી આર્ટ બનાવી રહ્યા છો, તો પહેલા જાણો કે તે કેટલું સુરક્ષિત છે. હકીકતમાં, જે લોકો તેની સલામતી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તેઓ કહે છે કે આ AI તાલીમ માટે હજારો વ્યક્તિગત ફોટા ઍક્સેસ કરવાની યુક્તિ હોઈ શકે છે. આ ટ્રેન્ડ વાયરલ થઈ ગયો છે, પરંતુ ટીકાકારો માને છે કે વપરાશકર્તાઓ અજાણતાં OpenAI ને અનન્ય અને અનોખા ચહેરાના ડેટા આપી રહ્યા છે, જે તેમની પ્રાઈવસી જોખમમાં મૂકી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image