જસદણ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી રાણીંગબાપુ ધાધલનું દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ છે
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી રાણીંગભાઈ બાવકુભાઈ ધાધલ ઉંમર વર્ષ 82 નું આજે દુઃખદ અવસાન થયેલ છે. તેઓ જસદણ ખેતી વિકાસ બેંકના ચેરમેન તેમજ જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને આદિત્ય હોટલ વાળા અશોકભાઈ ધાધલ તથા કિસાન ઇન્ડસ્ટ્રીઝ અને વાસુકી ગેસ્ટ હાઉસ વાળા હરેશભાઈ ધાધલના ના પિતાનુ આજે દુઃખદ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સૂર્યનારાયણ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે સદગતની સ્મશાન યાત્રા તેમના નિવાસ્થાન આટકોટ રોડ પંચમુખી હનુમાન મંદિર સામે જલારામ સોસાયટી ખાતેથી સાંજે 4 વાગ્યે નીકળશે. સમાજના કામમાં અગ્રેસર રહેનાર તથા સરળ સ્વભાવિ બાપુની સ્મશાન યાત્રામાં ક્ષત્રિય સમાજ ઉપરાંત રાજકીય, સામાજિક, વૈદકીય, ધાર્મિક, સેવાકીય તેમજ વેપારી મહામંડળ સહિત વિવિધ સમાજના આગેવાનો જોડાશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
