ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા,અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ…
ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા,અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ...
ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે,જેના કારણે જિલ્લાના 48 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટી 26.50 ફૂટ જિલ્લાના 48 ગામોને એલર્ટ કરાયા છે. અંકલેશ્વરના 3 ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ છે. અગાઉ 280 લોકોનું કરાયું હતું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું જેના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે,જેના કારણે જિલ્લાના 48 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.અને અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપીયા,સરફુદ્દીન અને જુના કાંસીયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં 134.70 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે,જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં 3 લાખ 3 હજાર 513 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે,તેમજ નર્મદા નદીમાં 3 લાખ 45 હજાર 721 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26.50 ફૂટને આંબી ગઈ છે.નર્મદા નદીમાં વધતા પાણીના જળસ્તરને પરિણામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે,જ્યારે અંકલેશ્વરના પૂરથી સૌથી પહેલા પ્રભાવિત થતા ખાલપીયા, સરફુદ્દીન અને જુના કાંસીયા ગામમાંથી સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર માટેની સૂચના આપવામાં આવી છે,ઉલ્લેખનીય છે કે તારીખ 26 મી ઓગસ્ટના રોજ જિલ્લામાંથી 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું...
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.