ચોટીલા બ્રમાકુમારીઝ વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. - At This Time

ચોટીલા બ્રમાકુમારીઝ વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.


મહાશિવરાત્રિના શુભ પર્વ નિમિત્તે બ્રમાકુમારીઝ વિશ્વ વિદ્યાલય ચોટીલા મુકામે ચોટીલા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા મીરાદીદીના માર્ગદર્શન નિચે ભવ્ય આયોજન કરવામાં આવ્યું,
જેમા 90 (મણ) બરફના ઉપયોગ કરી અમરનાથ જયોતિર્લિંગ બનાવવામાં આવ્યું હતું. વધુમાં બાલસ્વરુપે રાધાકૃષ્ણ, મહાદેવ દર્શન મૂર્તિ તેમજ ગુફામા સ્થાપિત ગૃપ્ત શિવલિંગની ઝાંખી બનાવી ભવ્ય પ્રદર્શન રાખવામાં આવ્યુ હતું. મહા શિવરાત્રી પ્રદર્શનને થાનગઢ વાસુકી મંદિરના મહંત પ્રશાંતગીરીબાપુ ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ,
કાર્યક્રમમાં બ્રમાકુમારિઝ વિશ્વ વિધ્યાલયના સ્વંયસેવકો સારી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દ્વારા ચોટીલા તથા થાનગઢની વિશાળ લોકોએ દર્શનનો લાભ લઈ અધ્યાત્મ જ્ઞાન અને રાજયોગથી પરિચિત થયા તેમજ આજના યુગની માગ પણ છે કે વિશ્વશાંતી, વિશ્વ કલ્યાણ,આત્મ ઉન્નતિ અને મેડિટેન્શન , સહજ ધ્યાનનો અનુભવ કર્યો,
સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ભનુભાઈ ખવડ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.