ઓઇલ કંપનીઓ નુકસાની વસુલી લ્યે પછી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરતા પહેલા "ઓએમસી" કંપનીઓને નુકસાન વસૂલવા માટે વધુ સમયની જરૂર છેઃ ઓઈલ મંત્રી પુરીની સ્પષ્ટ વાત. "ઓએમસીએસ "એ અગાઉ ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ભારે વધારાને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યો નથી. તેઓ સામાન્ય રીતે છેલ્લા ૧૫ દિવસમાં આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કિંમતોની રોલિંગ એવરેજના આધારે દરરોજ છૂટક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે. જોકે છેલ્લા ૧૧૧ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.