*તલોદ ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું જેમાં ૮ હજારથી વધુ લોકોએ લાભ લીધો - At This Time

*તલોદ ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું જેમાં ૮ હજારથી વધુ લોકોએ લાભ લીધો


*તલોદ ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું જેમાં ૮ હજારથી વધુ લોકોએ લાભ લીધો*
***************
સાબરકાંઠા જિલ્લાનામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર દ્વારા આયોજીત આયુષ મેળો પાટીદાર બોર્ડિંગ, કોલેજ રોડ, તલોદ ખાતે યોજાયો હતો. આ આયુષ મેળાનું ઉદઘાટન ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
આયુષ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય જગદીશભાઈ ખરાડી દ્વારા આયુષ મેળા થકી આયુર્વેદ વિષે વિસ્તારે માહિતી આપવામાં આવી હતી.
આ આયુષ મેળામાં 8000 થી વધુ લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ આયુષ મેળામાં આયુર્વેદ ઓપીડી, હોમિયોપેથી ઓપીડી, યોગ પ્રદર્શન, પંચકર્મ ઓપીડી, રક્ત મોક્ષણ, અગ્નિ કર્મ દ્વારા સારવાર, બાળકો માટે સુવર્ણ પ્રાશન, નાડી પરીક્ષા, સાંધાના રોગો, ડાયાબિટીસના રોગો વગેરે જેવા તમામ પ્રકારના રોગોની વિના મૂલ્યે સારવાર કરવામાં આવી.
આ આયુષ મેળામાં મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon