નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભાવનગર કલેક્ટરશ્રીને સરકારી જમીન પર થયેલા દબાણો ત્વરિત દુર કરવા આપવામાં આવી બાંહેધરી
મહુવા TDO અને મહુવા મામલતદાર તેમજ અન્ય અધિકારીઓની નબળી કામગીરીને લીધે ભાવનગર કલેક્ટર પાસે હાઇકોર્ટે માંગ્યો જવાબ
મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બિલડી ગામે સરકારી પડતર જમીનમાં જાહેર રસ્તા પર થયેલા દબાણો દુર કરવા માટે અરજદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બિલડી ગ્રામ પંચાયત,તાલુકા વિકાસ અધિકારી મહુવા, મામલતદારશ્રી મહુવા, જીલ્લા વિકાસ અધિકારી ભાવનગર, જીલ્લા કલેકટરશ્રી ભાવનગર તેમજ મહેસુલ વિભાગની અલગ અલગ કચેરીઓમાં અરજદાર સાદુળભાઈ બાંભણીયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જાહેર રસ્તા પર થયેલા દબાણો દૂર બાબતે વારંવાર અરજદાર દ્વારા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં અરજદાર સાદુળભાઈ બાંભણીયા દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ શ્રી પ્રશાંત ચાવડા દ્વારા રિટ દાખલ કરવામાં આવેલ હતી જેમા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ શ્રી પ્રશાંત ચાવડા દ્વારા સમગ્ર કેસના પુરાવા મુકવામાં આવેલ હતા જેથી નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ પુરાવા ગ્રાહ્ય રાખી ભાવનગર જીલ્લા કલેકટર ને સરકારી પડતર જમીનમાં જાહેર રસ્તા પર થયેલા દબાણો દુર કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો તેમજ સરકારી પડતર જમીનમાં જાહેર રસ્તા પર થયેલા દબાણ અંગેની અરજીનો ચાર (4) અઠવાડિયામાં નિકાલ લાવી આપવાની બાંહેધરી પણ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ભાવનગર કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. જેની નોંધ નામદાર ગુજરાત હાઇકોર્ટે રેકોર્ડ પર લીધી હતી .
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.