પશ્ચિમ રેલ્વે વડોદરા ડિવિઝનમાં રેલ્વે પોલીસ માટે નેચરોપથી (Chiropractic) કેમ્પ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું.

પશ્ચિમ રેલ્વે વડોદરા ડિવિઝનમાં રેલ્વે પોલીસ માટે નેચરોપથી (Chiropractic) કેમ્પ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું.


પશ્ચિમ રેલ્વે વડોદરા ડિવિઝનના માનનીય પોલીસ અધિક્ષક રાજેશ પરમાર (S.P) સાહેબના માર્ગદર્શન અને મંજુરી હેઠળ વડોદરા રેલ્વે પોલીસ અધિક્ષક શ્રીઓની ઓફિસ પાસે આવેલ રેલ્વે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ સવારે ૯ : ૦૦ કલાક થી બપોરે ૧ :૦૦ કલાક સુંધી G.R.P રેલ્વે પોલીસ કર્મચારી અને તેમના પરિજનો ના સ્વાસ્થ્ય ને અનુલક્ષી શ્રી કષ્ટભજન નેચર ક્યોર તરફથી નેચરોપથી મેન્યુઅલ થેરાપી ( Chiropractic ) નો નિ:શુલ્ક કેમ્પ નું આયોજન AT THIS TIME ન્યૂઝ ના પત્રકાર કેયુરભાઈ ઠકકર તરફથી કરવામાં આવ્યું હતું,

વડોદરા ડિવિઝન ખાતે G.R.P રેલ્વે પોલીસ કર્મચારી ઓ પોતાના પરિવાર થી દુર,જુદા જુદા સમયની ફરજ દરમિયાન ટ્રેન અને રૂટ પેટ્રોલીંગ સાથે તણાવ ભરેલી જીવનશૈલીથી ઉઠવા બેસવાની,ડ્રાઈવિંગ અને કોમ્યુટર ઉપર કામ કરતા અનેક રેલ્વે પોલીસ કર્મચારી ઓને ગરદન ,ઘૂંટણના સાંધા, ખભાના સાંધા, વા, કમર, સર્વાઇકલ, કરોડરજ્જુ, સ્નાયુ માં દુખાવા, માઇગ્રેન, શરીરની ગેસ પ્રકૃતિ, શરીરમાં કબજિયાત અને અનેક અન્ય તકલીફથી થતાં હઠીલા રોગ અને તકલીફો રહેતી હોય આ ખાસ કેમ્પ દરમિયાન રેલ્વે પોલીસ કર્મચાીઓને નિશુલ્ક રાહત થાય એ ઉદ્દેશ થી મેન્યુઅલ થેરાપી દ્વારા ઉપચાર કરી અને આ ઉપર જણાવેલ શરીર ના અસહ્ય દુખાવા, તકલીફ અને રોગો ઉપર કાબૂ મેળવવાની આયુર્વેદિક ઉપચારની પદ્ધતિ સાથે ઋતુ પ્રમાણે ખોરાક ની પણ રેલ્વે પોલીસ કર્મચારી ઓ અને તેમના પરિવાર જનોને પોતાના શરીર સાચવવા મિલાપ જોષી અને તેમની શ્રી કષ્ટભંજન નેચર ક્યોર ટીમ તરફથી ખાસ સમજ આપવામાં આવી હતી,

વડોદરા રેલ્વે ડિવિઝનના માનનીય પોલીસ અધિક્ષક રાજેશ પરમાર ( S.P) સાહેબના માર્ગદર્શન અને મંજુરીથી આયોજિત આ નેચરોપથી ના આ નિશુલ્ક અને સેવાકીય કેમ્પમાં ૪૫ જેટલા રેલ્વે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ કર્મીઓ જે શારીરિક તકલીફ થી પીડા અનુભવતા હતા તેઓએ ભાગ લઈ પોતાના પીડા અને તકલીફમા રાહત અનુભવી હતી,

આ કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન થયા બાદ કેમ્પ આયોજક પત્રકાર કેયુરભાઈ ઠકકર અને શ્રી કષ્ભંજન નેચર ક્યોર ટીમનો રેલ્વે પોલીસ કર્મચારીએ અને તેમના પરિજનો સુખદ અનુભવ સાથે અભાર વ્યક્ત કર્યો હતો અને કેમ્પમાં ભાગ નથી લઈ શક્યા એવા પોલીસ કર્મચારીગણ માટે આ રીતે ફરી એકવાર આવનારા સમયમાં આવા કેમ્પનું આયોજન કરવા રેલ્વે પોલીસ કર્મચારીઓ એ રેલ્વે પોલીસ અધિક્ષક શ્રીઓ ને સુખદ અનુભવ સાથે મિડિયા સમક્ષ રજુઆત કરી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »