મુળી તાલુકાનાં ખાખરાળા ગામે કાર્બોસેલ ખનીજ ની ખાણો ઉપર દરોડો પાંચ ચરખી મશીન જપ્ત
*મુળી ના ખાખરાળા ગામે કાર્બોસેલ ખનીજ ચોરી ઝડપાઈ*
*પાંચ ચરખી મશીન સાથે લાખો રૂપિયાની મશીનરી જપ્ત*
મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ ખનન વહન થઈ રહ્યું છે ત્યારે ખાખરાળા ગામે માલિકીની જમીનમાં કોલસાની ખાણો ઉપર દરોડો પાડવામાં આવતાં પાંચ ચરખી મશીન સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો મુળી તાલુકા પોલીસ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખનીજ ખોદકામ અને કોલસાની ખાણો ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો ખનિજ માફીયાઓ આ કાર્યવાહી થી ભુગર્ભ માં ઉતરી ગયા છે અને હવે કુવાઓ બુરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું મુળી તાલુકાનાં ગામોમાં કોલસો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને રાત દિવસ ખનન વહન થઈ રહ્યું છે ત્યારે આ દરોડા પાડતાં ચકચાર મચી જવા પામી છે અને હવે ખનીજ માફીયાઓ સામે તંત્ર દંડાત્મક કાર્યવાહી કરશે
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.