મોટા ખુંટવડા ગોરસ રોડ વાડી વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. - At This Time

મોટા ખુંટવડા ગોરસ રોડ વાડી વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે આવેલ ગોરસ રોડ વાડી વિસ્તાર શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ પ્રવેશ આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ -1 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા શાળાની સંગીત પરીક્ષામાં પ્રથમ નંબરે આવેલ રમોત્સવમાં વિજેતા બનેલ 100% હાજરી ધરાવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપરાંત વર્ષ દરમિયાન શાળામાં શ્રમદાન કરનાર ઠોળીયા દિનેશભાઈ પુનાભાઈ તથા રાવળદેવ મહેશભાઈ અરજણભાઈ ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ગામીત સાહેબ, સીઆરસી કો-ઓર્ડીનેટર સંજયભાઈ દવે ગામના આગેવાનો એસએમસીના તમામ સભ્યો તથા વડીલો,માતાઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ તથા ગ્રામજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનાં અંતે જીલ્લા રમત ગમત અધિકારીશ્રી ગામીત સાહેબ દ્વારા શાળામાં વૃક્ષારોપણ તેમજ શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.