ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે પાણીના પ્રશ્ને મહિલાઓનો ઉગ્ર આક્રોશ
ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે પાણીના પ્રશ્ને મહિલાઓનો ઉગ્ર આક્રોશ
આજ રોજ ગારીયાધાર શહેરના ફુલવાડી વિસ્તારના મહિલાઓ પીવાના પાણીના પ્રશ્ને બાબતે દોડી આવેલ
છેલ્લા ધણા સમયથી ગારીયાધાર શહેરમાં વિવિધ પાયાના પ્રશ્નો બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં તંત્ર આધળુ બહેરું બની ગયેલ હોય અને શહેરીજનોની સમસ્યા જેવી કે પીવાનુંપાણી. ગટર. સાફ સફાઇ.ધન કચરો.રોડ રસ્તાઓ વગરે અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠયા હોય
ત્યારે મુખ્ય પીવાનું પાણી છેલ્લા કેટલાય સમયથી ન મળતા આજ રોજ મહિલાઓ નગરપાલિકા ખાતે દોડી આવી રામધૂન ચાલું કરી હતી ત્યારે નગરપાલિકા અધિકારીઓ જવાબ દેવાની બદલે કચેરી છોડીને ભાગી જતાં મહિલાઓમાં આક્રોશ ફેલાયો હતો
અનેક ઉચ્ચ અધિકારીઓને ફોન કરી રજુઆત કરવા છતાં કોઇ પ્રતુસર ન મળતા સ્થાનિક નેતાઓને પણ ફોન કરી રજુઆત કરવા છતાં કોઇ જવાબ ન મળતાં મહિલાઓ મક્કમ ઇરાદા સાથે નગરપાલિકા ખાતે ધરણા પર બેસી ગયેલ અને ધારાસભ્ય તમે આરામ કરો તેવા ગીતો સાથે ધરણાં પર બેસી ગયા
મહિલાઓ દ્વારા નગરપાલીકા કચેરીમાં કોઈ તોડફોડ ન કરે તે માટે તંત્ર દ્વારા પોલીસ બોલાવવામાં આવેલ હતી
નગરપાલિકા વહિવટદાર મામલતદારને જાણ થતાં તાત્કાલિક નગરપાલિકા કચેરી દોડી આવીને મહિલાઓના પ્રશ્ન સાભળી વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી
અધિકારીઓ કચેરી છોડી ગયાનો મહિલાઓમાં આક્રોશ હોવા છતાં વહિવટદાર મામલતદાર દોડી આવી રજુઆત સાંભળતા મામલતદારને માન આપી મિહિલાઓ દ્વારા કચેરી છોડવામાં આવેલ
ત્યારે વહેલીતકે સમસ્યાઓ દુર કરવામાં આવે તેવી શહેરીજનોની માંગણી
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.