ધરમ કરતાં ધાડ પડી;સિવિલ ચોકમાં જરૂરિયાતમંદને કુલ્ફી આપવા ગયેલા યુવકને છરીના ઘા ઝીંક્યા
સિવિલ ચોકમાં જરૂરિયાતમંદને ગુલ્ફી આપવા ગયેલા યુવક સાથે મારામારી કર્યા બાદ ચુનારાવાડ ચોકમાં યુવક પર ચાર શખ્સોએ છરીના ઘા ઝીંક્યા હતાં. બનાવમાં ઘવાયેલા યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ભગવતીપરામાં શેરી નં.20 માં રહેતાં સોહીલભાઈ હારુનભાઈ પરમાર (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રતાપ કાઠી, રોહિત, વોન્ટેડ અને એક અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરીકામ કરે છે. ગઈ તા.05 ના સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ તે તેમના ઘર પાસે હતો ત્યારે તેમનો મીત્ર અજય વાસાણી તેમની પાસે આવેલ અને જણાવેલ કે, તેના મીત્ર રાહુલ પાટડીયાની સાથે ભાગનગર રોડ ચુનારાવાડ ચોક પાસે આવેલ પેટ્રોલપંપની સામે ખુણા ઉપર કોઈ ઝઘડો કરે છે અને ઝઘડો કરનાર શખ્સોએ મને પણ ત્યા બોલાવેલ છે તેમ વાત કરતાં તેની બાઈક પાછળ બેસી બનાવ સ્થળે ગયેલ ત્યાં પહોંચતા મીત્ર રાહુલ સાથે ચારેય આરોપી હથિયાર સાથે ઝઘડો કરતા હતાં.
તેઓ ત્યાં પહોંચતા જ આરોપીઓએ રાહુલને છોડી મુકેલ અને ગાળો બોલી તેની અને તેના મિત્ર અજય પર હુમલો કરેલ અને અજયને ચારેય શખ્સોએ છરી અને ધોકા વડે માર મારવા લાગેલ હતાં. રોહીત અને વોન્ટેડે મારમારતાં અજય બાઈક સહીત નીચે પડી ગયેલ ત્યારે પ્રતાપ કાઠીએ તેની પાસે રહેલ છરી વડે અજયને છરીના ઘા મારવા લાગ્યો હતો અને અજણ્યો શખ્સ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. અજય લોહીલુહાણ થઈ જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તે અજય અને રાહુલ સાથે ગઈ તા.04 ના રાત્રીના સમયે હોસ્પીટલ ચોકમાં ગરીબ માણસોને ગુલ્ફી વેચતા હતા ત્યારે વોન્ટેડ નામનો વ્યકિત જનાના હોસ્પીટલ પાસે હતો જેથી અજયે તેને ગુલ્ફી આપતા તેણે કહેલ કે, હુ તને ગરીબ દેખાવ છું, તેમ કહીને અજય સાથે બોલાચાલી કરેલ હતી પરંતુ ત્યારે તેઓ ત્યાંથી નીકળી ગયેલ હતાં. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાં ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.