રાજકોટમાં પ્રેમીના ત્રાસથી કંટાળી કોલેજીયન યુવતીએ કર્યો આપઘાત - At This Time

રાજકોટમાં પ્રેમીના ત્રાસથી કંટાળી કોલેજીયન યુવતીએ કર્યો આપઘાત


રાજકોટમાં કોલેજ અને મૂળ દ્વારકાની યુવતીએ થોડા દિવસ પહેલા એસિડ પી આપઘાત કર્યો હતો જ્યારે પોલીસે તે મામલે તપાસ કરતા પ્રેમ સંબંધમાં જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું હતું.જેમાં યુવતી ને તેનો પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપે ત્રાસ આપતો અને અન્ય યુવતી સાથે સંબંધ રાખી હોવાની તેને જાણ થતાં તેણીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેથી પોલીસે પ્રેમી સામે ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતો મુજબ દ્વારકાની 19 વર્ષીય યુવતીને તેજશ હિંડોચા નામના શખ્સ સાથે પ્રેમસબંધ હતો. તેજશ યુવતીને લગ્નની લાલચ આપી મોહજાળમાં ફસાવી બાદમાં તરછોડી દીધી હતી. બાદમાં તેજશે ‘ફોટા વાઇરલ કરી બદનામ કરી દઈશ’ તેવી ધમકી આપી હતી. તેજશના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે યુવતીના પિતાની ફરિયાદ પરથી તેજસ સામે ગુનો નોંધ્યો છે
યુવતીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છુ. મારે સંતાનમાં એક 19 વર્ષની દીકરી અને એક 16 વર્ષનો દીકરો છે. દીકરી છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટના રૈયા રોડ પર આવેલ અક્ષત મકાનમાં પી.જી.તરીકે રહેતી હતી અને એચ.એન. શુક્લા કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર 5માં અભ્યાસ કરતી હતી.
ગત 19 સપ્ટેમ્બરના રોજ રાત્રિના ત્રણેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે મારા ભત્રીજાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તમે તાત્કાલિક રાજકોટ આવો દીકરીએ કાંઇક દવા પી લીધી છે.જેથી અમને મારી દીકરીને રાજકોટ ખાનગી હોસ્પિટલ દાખલ કરી હોવાનુ જાણવા મળતા ત્યાં ગયા હતા. ત્યારે મારી દીકરીની સારવાર ચાલુ હતી અને તે વેન્ટીલેટર પર ઉપર હતી. ત્યાં મારી ભત્રીજી હતી
તેણે મને જણાવ્યું કે રાત્રિના આશરે અઢી વાગ્યાના અરસામાં તમારી દીકરીએ પોતાની જાતે કોઈ કારણસર બાથરૂમ સાફ કરવાનુ એસિડ પી લીધું હતું. બાદમાં ઊલટી-ઊબકા કરતી હોય તેની સાથે રૂમમાં રહેતી અન્ય એક વિદ્યાર્થિની જાગી જતા તેણે અમને જગાડ્યા હતા.જેથી તેને અહી દાખલ કરી હતી. બીજા દીવસે 20 સપ્ટેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યે મારી દીકરી સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. આ અંગે જે-તે વખતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મારી દીકરીનો અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલ હતો અને બાદમાં મારી દીકરીના પીએમ બાદ અંતિમવિધિ માટે મૃતદેહ અમને સોંપતા અમે મીઠાપુર જઈ અંતિમવિધિ કરી હતી.
બાદમાં મારી દીકરીનુ બેસણું પુરૂ થયા મારી પત્નીએ પરિવારના સભ્યોની હાજરીમાં વાત કરી કે ગત 18 સપ્ટેમ્બરના રોજ દીકરીનો વીડિયો કોલ આવ્યો હતો. ત્યારે પરીવારના બધા સભ્યોએ વાત કરી હતી. પછી મારી સાથે દીકરીએ એકાંતમાં વાત કરી હતી ત્યારે તે રડવા લાગી હતી. આથી મેં તેને રડવાનુ કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે, તેને આપણા ઘર સામે રહેતા તેજશ હીંડોચા સાથે ઘણા લાંબા સમયથી પ્રેમ સબંધ છે.
તેને મારી સાથે લગ્ન કરવાનુ મને વચન આપ્યું હતુ. પરંતુ હવે તેજશ અવારનવાર ફોન ઉપાડતો નથી અને મને ઇગ્નોર કરે છે. કાંઇ જવાબ આપતો નથી અને તેને હવે બીજી છોકરી સાથે પ્રેમ સબંધ છે.
તેજશ અવારનવાર ધમકી આપી માનસિક ત્રાસ દીકરીએ વધુમાં કહ્યું હતું કે, હું તેની સાથે લગ્ન કરવાનો છું. તું હવે મને ભુલી જજે અને મને ફોન કરતી નહીં અને અત્યારસુધી આપણે જે કર્યું છે
તે ભૂલી જાજે, નહીંતર તારા ફોટા મારી પાસે છે. તેવી યુવતીને ધમકી આપતો હતો જેથી તેને કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.