ખાટડીથી દુધ‌ઈનો રસ્તો આઠ મહિનામાં ગાબડે ગાબડા સાથે ભ્રષ્ટાચાર દેખાયો. - At This Time

ખાટડીથી દુધ‌ઈનો રસ્તો આઠ મહિનામાં ગાબડે ગાબડા સાથે ભ્રષ્ટાચાર દેખાયો.


એક કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખાટડી દૂધ‌ઈને 16 વર્ષો બાદ મંજુર થયેલ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં ખાટડી થી દુધ‌ઈનો રસ્તો છેલ્લા 16 વર્ષોથી બિસ્માર હાલતમાં હતો ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આશરે ૫.૫૦ કી.મીનો રસ્તો મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી પરંતુ ભ્રષ્ટાચાર યુકત આ રસ્તાનું કામ શરૂઆત થતા જ જેતે સમયે ગામજનોએ રજુઆત પણ કરવામાં આવી હતી તેમછતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી જે રસ્તો આજે ફકત આઠ મહિનામાં નાબુદ થ‌ઈ રહ્યો છે અને અનેક ગાબડાઓ પડતા ભ્રષ્ટાચાર છતો થવા પામેલ છે કારણ કે રસ્તા નું કામ જ ભ્રષ્ટાચાર યુકત હોય ત્યારે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય રસ્તો બનાવી સાઈડો પુરાણ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ નહી જે હાલમાં રોડ તુટતા તેનો ઢાંકવા માટે હાલ સાઈડો પુરાણ કરવા માટે કામગીરી ચાલુ છે ત્યારે હવે તંત્ર વધુ વરસાદના કારણો રોડ રસ્તો તુટવા માટે બતાવશે પરંતુ ગામજનોને છેલ્લા ૧૬ વર્ષોથી બાદ આ રસ્તો મળેલ તે પણ ભ્રષ્ટાચાર ના ભોરીંગમા આવી જતા નબળી કામગીરી ના કારણે તુટી ફુટી જવા પામેલ માટે દુધ‌ઈ ખાટડી ના લોકોને જે પરિસ્થિતિ રસ્તા માટે હતી તે જ કાયમ રહેશે અને કરોડો રૂપિયા ચાંઉ થયા ભ્રષ્ટાચારમાં ત્યારે ગામજનો હવે કોને ફરિયાદ કરવી તે પણ મોટો સવાલ ઉભો થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.