રાજકોટમાં ભૂંડને કાપી માસનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0cgyann7bzm8kpi4/" left="-10"]

રાજકોટમાં ભૂંડને કાપી માસનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું


રાજકોટમાં શીતલ પાર્ક મેન રોડ પર ગઈકાલે જીવ દયાપ્રેમીઓ દ્વારા એક બોલરો વાહને અટકાવી તેમાં તપાસતા તેમને કુર્તાપૂર્વક ત્રણ ભૂંડ બાંધેલા જણાતા તેને મુક્ત કરાવ્યા હતા જ્યારે બોલરો ચાલકના મકાનની તપાસ કરતા ત્યાંથી એક કતલ કરાયેલું ભૂંડ પણ મળી આવ્યું હતું જેનું માસનું વેચાણ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા તે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાવી તપાસ હાથધરી છે.
વિગતો મુજબ મોરબી રોડ પરના સેટેલાઈટ ચોક નજીકની શ્રી સોસાયટીમાં રહેતા ગેસના કોન્ટ્રાકટર ઉપરાંત જીવદયા કાર્યકર તરીકે કામ કરતા ભાવિનભાઈ ઘીયાડ અને અન્ય જીવદયા કાર્યકરોએ મળેલી માહિતીના આધારે શિતલ પાર્ક મેઈન રોડ ઉપર પાર્ક બોલેરો પીકઅપ વાનમાં તપાસ કરતા અંદરથી ત્રણ ભુંડ ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસને જાણ કરી હતી.
વધુ તપાસ કરતા બોલેરો ચાલક ગુરમુખસીંગ હોવાની માહિતી મળી હતી. એટલુ જ નહી તે નજીકની શેરીમાં રહેતો હોવાની પણ માહિતી મળતા તેના મકાને જઈ તપાસ કરતા ફળીયામાં રાખેલા ફ્રીજમાંથી માસ ભરેલા ઝબલા મળી આવ્યા હતા.જયારે નવેળામાંથી ભુંડ કાપવાના સાધનો જોવા મળ્યા હતા. એટલુ જ નહી ભુંડની જબડુ પણ મળી આવ્યું હતું.
જે તાજુ કપાયેલું હોવાનું જણાયું હતું. પરીણામે ગુરમુખસીંગ અને તેની બોલેરો ઉપરાંત ત્રણ ભૂંડને પોલીસને સોંપી દેતા તેના દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]