શ્રી દશનામ ગોસ્વામી સાધુ સમાજ મેંદરડા દ્વારા અરણીયાળા ખાતે સમુહ લગ્નોત્સવ યોજાયો
મેંદરડા:શ્રી દશનામ ગોસ્વામી સાધુ સમાજ મેંદરડા દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો
મેંદરડા ના અરણિયાળા ખાતે આ સમુહ લગ્નોત્સવ નુ આયોજન રાખવામાં કરવામાં આવ્યું હતુ
શ્રી દશનામ ગોસ્વામી સાધુ સમાજ મેંદરડા દ્વારા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ ૧૧ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં દીકરીઓને ૧૦૦ વિવિધ પ્રકારના કરિયાવર આપવામાં આવ્યા હતા
આ સમૂહ લગ્નોત્સવ માં જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર, રાજકોટના પ્રોફેસર મનોજ ગીરી ધનેશ્વર ગીરી, પ્રમુખ જીગ્નેશ બાપુ, ઉપપ્રમુખ મહેશ ગીરી અપારનાથી, સંતો મહંતો, સાધુ સમાજના વિવિધ શહેરમાંથી આવેલા સમાજના આગેવાન દાતાશ્રીઓ અને બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો સહિતા ઉપસ્થિત રહ્યા હતા
સૌ પ્રથમ ગોર મહારાજ દ્વારા શુભ ચોઘડિયે લગ્નની વિધિ શરૂ કરવામાં આવેલ હતી ત્યારબાદ મંચસ્થ ઉપસ્થિત મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યકમ શરૂ કરવામાં આવેલ ત્યારબાદ મંચ પર ઉપસ્થિત મહેમાનો,અગ્રણીઓ,આગેવાનો દાતાશ્રીઓ ને ખેસ અને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવેલ
બાદ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો એ પોતાની આગવી શૈલીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને પ્રાસંગીગ પ્રવચન આપવામાં આવેલ સાધુ સંતો મહંતો મહાનુભાવો વગેરે દ્વારા નવું દંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા
આ સમૂહ લગ્નોત્સવ મેંદરડા ના અરણિયાળા યોગેશ્વર સ્કૂલ ખાતે યોજવામાં આવેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ જીગ્નેશ બાપુ, ઉપપ્રમુખ મહેશ ગીરી અપારનાથી, જમન બાપુ સાધુ સમાજના તમામ કમિટી મેમ્બર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
