ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે બીડી વાડી વિસ્તારમાં આરકોન પરિવાર તરફથી હાઈબ્રીડ પાંડવ અને સ્વરાજ કપાસ માટે ખેડૂતોને માર્ગદર્શન પુરું પાડવા મિટિંગનું આયોજન - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે બીડી વાડી વિસ્તારમાં આરકોન પરિવાર તરફથી હાઈબ્રીડ પાંડવ અને સ્વરાજ કપાસ માટે ખેડૂતોને માર્ગદર્શન પુરું પાડવા મિટિંગનું આયોજન


તા:13 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે બીડી વાળી વિસ્તારમાં જ્યાં પાંડવ કપાસનો પ્લોટ એક ખેડૂત નરર્સિંગભાઇ જેસીંગભાઇ વાઢેળનાં ખેતરમાં પાંડવ કપાસનો પ્લોટ હોય ત્યાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માટે મિટિંગનું આયોજન કરેલ હતું જેમાં આરકોન કંપની આરકોન પરિવાર તરફથી કપાસનું કઈ રીતે વાવેતર કરવું સુચીયા સામે કપાસમાં કઈ રીતે રક્ષણ મેળવવું જેમાં લીલી ઈયળ ગુલાબી ઈયળમાં છોડનું રક્ષણ મેળવવા માટે કેટલું અંતર રાખવું કઈ રીતે દવાનો છંટકાવ કરવો જરૂરીયાત પૂરતુ ખાતર આપવું વધારે પુરતું પાણી નાં આપવું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જેમાં આ મિટિંગમાં બોડીદર ગામનાં 100 થી 150 ખેડૂતોએ લાભ લીધો હતો અત્યારે પૂર જોશમાં ખેડૂતોની ફુલ સીઝન ચાલી રહી હોવા છતાં પણ અનેક ખેડૂતોએ આ મિટિંગમાં હાજરી આપી હતી જેમાં આરકોન પરિવાર તરફથી પાંડવ કપાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે છોડ મધ્યમ અને ખુલ્લો હોય 8 ફૂટના પાટલા બનાવવામાં આવે તો પાંડવ કપાસમાંથી ખેડૂત ધારે એટલું ઉત્પાદન પણ લઈ શકે છે જેમાં પાંડવ કપાસની ગુણવત્તામાં લાંબા તાર જેવી હોય છે જેમાં સુચિયા જીવાતો સામે પ્રતિકારક હોય છે આ કપાસનાં જીંડવાનું કદ 5.5 થી 6.5 ગ્રામ જેટલું હોય છે આ કપાસ 150 થી 160 દિવસમાં વહેલી પાકતી જાત હોય છે આ કપાસનું વાવેતર પિયત અને અર્ધ પિયતમાં પણ થઈ શકે છે તો ખેડૂતો પણ વધુ પ્રમાણમાં પાંડવ અને સ્વરાજ કપાસની ખરીદી કરીને વાવેતર કરીને ધારે એટલું ઉત્પાદન પણ લઈ શકે છે એવી માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી

ત્યારબાદ સ્વરાજ કપાસની ઊંચાઈ 6 થી 6.5 ફુટની હોય છે અને 145 થી 155 દિવસમાં વહેલી પાકતી જાત હોય છે જેમનાં જીંડવાનું વજન 5.5 થી 6 ગ્રામ હોય છે આ કપાસમાં પાંદડા પરની રુવાટી પણ ખૂબ જ સારી હોય છે જેમાં સુચિયા પ્રકારની જીવાત સામે ખૂબ જ સારું રક્ષણ મળે છે અને પિયત અને બિનપિયત બંનેમાં ખેતરને અનુકૂળ કપાસનું વાવેતર કરી શકાય છે જેમાં સતત ફૂલ ભમરી આપવાની ક્ષમતા પણ ધરાવે છે અને બીજા ફાલની પણ ક્ષમતા ધરાવે છે વધુમાં એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે કપાસના ભાવ દિવસે ને દિવસે વધતાં જતાં હોય છે એમાં ક્યારેય 200 થી 300 રૂપિયા ભાવ નીચો આવતો નથી એટલે ખેડૂતોએ પણ નિરાશ થવું નાં જોઈએ અને સારું ઉત્પાદન લઈ અને સારા બિયારણનું વાવેતર કરી અને મબલક ઉત્પાદન લઈ અને ખેડૂત પૈસા વાળો બને અને કરોડપતિ બને એવી અધિકારીએ તમામ ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી

જેમાં એક લકી ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ખેડૂતોનું ચાલથી સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં ત્યાં હાજર તમામ ખેડૂતોનું જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં સોમનાથ એગ્રો ઉના મનુભાઈ સોલંકી દ્વારા આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ખેડૂતોને કપાસનું બિયારણ અને જંતુનાશક દવા માટે મો.નં.9824057158 અને આરકોન પરિવાર તરફથી દીપકભાઈ જેમનાં મો.નં.9727721660 આ નંબર ઉપર કપાસ પાંડવ અને સ્વરાજનાં બિયારણ માટે સંપર્ક કરી શકશે અને માહિતી પણ મેળવી શકશે એવી ખાતરી આપી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.