4 વાગ્યાથી રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પ્રતિબંધિત, વૈકલ્પિક રૂટ જાહેર; 482 પોલીસકર્મીઓનો બંદોબસ્ત
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી-20 સિરિઝની ત્રીજી મેચ આજે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. ખંઢેરી પાસે આવેલા સ્ટેડિયમમાં રમાનારી મેચના પગલે આજે બપોરે 4 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવવાના હોય પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસની સાથે ખાનગી બાઉન્સરો પણ ખડેપગે રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
