વીજ ચોરી કરતા લોકો સામે MGVCL લાલ આંખ - At This Time

વીજ ચોરી કરતા લોકો સામે MGVCL લાલ આંખ


વીજ ચોરી કરતા લોકો સામે MGVCL લાલ આંખ કરી છે. MGVCL વિભાગીય કચેરી લુણાવાડા દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર વીજ ચોરી અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક વીજ જોડાણો વીજ ચોરી કરતા ઝાડપતા MGVCL દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે આગાઉ પણ જિલ્લામાંથી વીજ ચોરી ઝડપાઇ હતી અને વીજ ચોરી કરતા લોકો સામે દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લામાં ફરી એકવાર વીજ ચોરી ઝડપાઇ છે. મહીસાગર MGVCL લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા વીજ ચોરી અટકાવવા માટે અલગ અલગ 6 જેટલી ટિમો બનાવીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક વીજ જોડાણો ચોરી કરતા ઝડપાયા છે. MGVCL દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર 87 વીજ જોડાણો પર ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 8 જેટલા વીજ જોડાણોમાં ચોરી ઝડપાઇ છે. જેથી 1.33 લાખ જેટલો દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.