હળવદ:વધુ ૪૫ ગાયોની હત્યા કરનાર ચીખલી ગામના પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ.
માળિયા(મી.) પંથકમાંથી શરૂ થયેલા ગાયોને ગાયબ કરી હત્યા કરવાના બનાવમાં હવે હળવદ પંથકમાંથી ૪૫ ગાયો ગુમ કર્યાની અમરાપર અને મિયાણી ગામના પશુપાલકો દ્વારા ફરિયાદ
હળવદ: માળીયા(મી)ના ચીખલી ગામના પિતા-પુત્ર ગાયોને ચરાવવા બહાના હેઠળ લઈ પછી તેની રણ વિસ્તારમાં કતલ કરી નાંખતા હતા. આ બનાવમાં હળવદ પંથકમાંથી પણ ૪૫ ગાયોને ગુમ કરી અને હત્યા કર્યાની અમરાપર અને મિયાણી ગામના પશુપાલકો દ્વારા હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે, હાલ પોલીસે બને ગૌ હત્યારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ હાથ ધરી છે.
હળવદ પંથકના નવા અમરાપર અને મિયાણી ગામના પશુપાલકોએ તેમની ગાયો ચરાવવા માટે ચીખલી ગામના પિતા-પુત્ર, મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણીને સોંપી હતી. આ ૪૫ ગાયો પરત ન લાવ્યાની સાથે જ તેમની ક્રૂરતાથી હત્યા કરી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
હળવદ તાલુકાના નવા અમરાપર ગામના ફરીયાદી મહુલભાઈ અરજણભાઈ ગોલતર અને સાહેદ જીવણભાઈ ખેતાભાઈએ આ ગુનાની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ, સાતેક મહિના અગાઉ તેમની કુલ ૪૫ ગાયો, જેમાં ફરીયાદી મેહુલભાઈની ૨૫ ગાયો (કિ.રૂ. ૨.૫ લાખ) અને જીવણભાઈની ૨૦ ગાયો (કિ.રૂ. ૨ લાખ), આ આરોપીઓએ ક્રૂરતાપૂર્વક કાપી નાખ્યાંની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હળવદ પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ બીએનએસ કલમ ૩૧૬(૫), ૩૨૫, ૫૪ તેમજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ હળવદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ દ્વારા આ કેસમાં તપાસ શરૂ કરી આ સાથે બંને આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.