કેશોદમાં નિશુલ્ક દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ પગ વિતરણ કેમ્પ યોજાયો
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે જેના એક ભાગરૂપે અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઈ જગડાના આર્થિક સહયોગથી નિશુલ્ક દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતુ કેમ્પમાં જરૂરિયાત મંદ દિવ્યાંગ લોકોને પગ માટે કેલીપર હાથ બનાવી આપવા હાથ પગની માપ લેવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો કાર્યક્રમ થોડા દિવસ પહેલાં યોજાયો હતો ત્યારે વિલ ચેર તેમજ ટ્રાય શીકલનું વિતરણ નિશુલ્ક કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે કેશોદ લોહાણા મહાજન વાડી મુકામે દિવ્યાંગ માટે નિષ્ણાત ડોકટરોની ટીમ
કૃત્રીમ હાથ પગ તૈયાર કરી દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ ફિટીગ કરી આપ્યા હતાં
આ દિવ્યાંગ કેમ્પ કેશોદ લોહાણા મહાજન વાડી શરદ ચોક હવેલીની બાજુમાં રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં દર્દીઓને ડોક્ટર્સ દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ હાથ પગ દિવ્યાંગોને ફીટીગ કરી દિવ્યાંગોને અર્પણ કર્યા હતા
કેમ્પમાં આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મંચસ્થ મહાનુભાવોએ કાર્યક્રમ અનુરૂપ પ્રવચન કર્યા હતા કાર્યક્રમ પુર્ણ થયે દિવ્યાંગો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમ પુર્ણ થયે આભારવિધી ડો. સ્નેહલ તન્નાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.