ભરૂચ - ખરોડ ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ, ૬૦ લાખ નો મુદ્દા માલ જપ્ત. - At This Time

ભરૂચ – ખરોડ ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ, ૬૦ લાખ નો મુદ્દા માલ જપ્ત.


ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.૦૫/૦૨/૨૦૨૫ નાં સવારે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
તપાસ દરમ્યાન ખરોડ ગામની સીમમાં ૦૧ ટાટા હિટાચી મશીન દ્વારા સાદીમાટીનું બિનઅધિકૃત ખોદકામ કરી વાહન ટ્રક નંબર-જીજે-૧૬-એવી-૫૨૯૩ માં સાદીમાટી ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોય જેમાં કુલ-૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન પાનોલી ખાતે રાખવામાં આવેલ તેમજ તપાસ ટીમ દ્વારા જગ્યા પર થયેલ ખોદકામ વાળા ખાડાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image