દિવાનપરામાં યશ એપાર્ટમેન્ટમાં ઉર્વશી રાણીગાનો ફાંસો ખાઈ આપઘાત
દિવાનપરામાં યશ ઍપાર્ટમેન્ટમાં રહેતા પરિણીતાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવનું કારણ જાણવા એ ડિવિઝન પોલીસે તપાસ આદરી હતી.
વધુ વિગતો મુજબ,યશ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા ઉર્વશીબેન કુણાલભાઈ રાંણીગા(ઉ.વ.28)એ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે અને સંતાનમાં ચાર વર્ષની દીકરી છે તેમજ સાસુ સસરાની સાથે જ રહેતા હતા.ઉર્વશીબેનના પતિ સોફ્ટવેર એન્જીનીયર છે.જ્યારે પગલું ભર્યું ત્યારે તેની ચાર વર્ષની દીકરી રુમમાં સૂતી હતી તેણીએ ઉઠીને રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે પરિવારને ખબર પડી કે પુત્રવધુ ઉર્વશીએ આપઘાત કરી લીધો છે.પરિણીતાના મોતથી પરિવારમાં શોક છવાયો છે.આ અંગે પીએસઆઈ કે.કે.પરમાર સહિતના સ્ટાફે વધુ તપાસ આદરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.