દહેગામ ના ચેખલાપગી ગામમાં રાવણ દહન કરવામાં આવ્યું - At This Time

દહેગામ ના ચેખલાપગી ગામમાં રાવણ દહન કરવામાં આવ્યું


દહેગામ ના ચેખલાપગી ગામમાં રાવણ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુ ના જિલ્લામાંથી ના લોકો એ ખુબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રાવણ દહન જોવા માટે ઉમટી પડ્યા હતા. ચેખલાપગી માં ભૂતેડાં વાસ મહાકાળી નવ યુવક મંડળ છેલ્લા 10 વર્ષ થી આ પ્રકારે રાવણ ના પૂતળા નું દહન કરવામાં આવે છે. નવરાત્રી ના નવ દિવસ માં મહાકાળી માતાની આરતી ગરબા સાથે દશમાં દિવસે દશેરા ના દિવસે મહાકાળી નવ યુવક મંડળ દ્વારા દશ દિવસ પહેલા થી જ રાવણ બનાવવા માટે તૈયારીઓ કરવા લાગી જતા હોય છે આ રાવણ ના પૂતળા ની ઉંચાઈ 15 થી 20 ફૂટ જેટલી રાખવામાં આવી હતી . દશેરા ના દિવસે રાત્રે માં મહાકાળી ચોક માં ગરબા સાથે રામાયણ ના પાત્રો જેવા કે શ્રી રામ, સીતા, લક્ષમણ,રાવણ અને હનુમાન,વાનર સેના જેવા પાત્રો બનીને ગરબા રમતા જોવા મળ્યા હતા . આમ ચેખલાપગી માં રાવણ દહન જોવા માટે ખુબ મોટી સંખ્યામાં લોકો ની ભીડ જોવા મળી હતી. , એટધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon