રિક્ષાચાલકોને ક્યુઆર કોડ આપીને ડિજિટલ ઈન્ડિયા તરફ પ્રયાણ કરતો બોટાદ જિલ્લો

રિક્ષાચાલકોને ક્યુઆર કોડ આપીને ડિજિટલ ઈન્ડિયા તરફ પ્રયાણ કરતો બોટાદ જિલ્લો


રિક્ષાચાલકોને ક્યુઆર કોડ આપીને "ડિજિટલ ઈન્ડિયા" તરફ પ્રયાણ કરતો બોટાદ જિલ્લો

બોટાદ શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા રિક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન

17 અને 24 માર્ચના રોજ પણ રિક્ષાચાલકો માટે રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે

બોટાદ શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે પોલીસ વિભાગ, આર.ટી.ઓ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ફરતી તમામ રિક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન નગરપાલિકાના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું. 17 અને 24 માર્ચના રોજ પણ આ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે. જે અંતર્ગત રિક્ષાધારકો નિયત અરજી ફોર્મ ભરી આ નિ:શુલ્ક કેમ્પમાં ભાગ લઈ શકે છે. રજિસ્ટ્રેશન કેમ્પ થકી રિક્ષાચાલકોને QR કોડ આપી “ડિજિટલ ઈન્ડિયા” તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત બોટાદ શહેરમાં વાયુ પ્રદુષણ ઘટાડવા અને ટ્રાફિક નિયમોની અમલવારી માટે રિક્ષાઓના રજીસ્ટ્રેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »