રાહુલ ગાંધી આજે અમદાવાદથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે - આ પડકારો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ દૂર કરવા પડશે - At This Time

રાહુલ ગાંધી આજે અમદાવાદથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે – આ પડકારો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ દૂર કરવા પડશે


રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને તેઓ રીવરફ્રન્ટ માટે રવાના થઈ રહ્યા છે. રાહુલ ગાંધીના ખભા પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જવાબદારી છે ત્યારે આ જવાબદારી સામે કેટલાક પડકારોનો અંદાજ પણ લગાવી શકાય છે.

રાહુલ ગાંઘીએ ડેમેજ કંટ્રોલને દૂર કરવા માટે કોંગ્રેસ સંગઠનને સાથે રાખી નેતાઓ, કાર્યકર્તામાં જોમ પૂરવો પડશે. આજે એક દિવસનો રાહુલ ગાંધીનો પ્રવાસ છે ત્યારે બૂથોને મજબૂત કરવા માટેના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધી માટે અન્ય પડકારો જોવા જઈએ તો પ્રદેશ સંગઠનને મજબૂત બનાવવા માટેના પ્રયાસો કરવા પડશે.

આ પડકારો રાહુલ ગાંઘી માટે રહેશે -

નાસીપાસ થયેલા નેતાઓ, કાર્યકરોને ફરી સક્રીય કરવામાં આવશે. ભાજપની સાથે આપ પાર્ટીનો સામનો કરવો, નારાજ કોંગ્રેસના નેતાઓએ સાથ છોડ્યો છે ત્યારે તૂટેલી કોંગ્રેસને વધુ તૂટતી અટકાવવાનો પ્રયત્ન કરવો પડશે, બે ભાગમાં વહેંચાયેલા સંગઠનને એક કરવું, ધારાસભ્યો સહીત નેતાઓની નારાજગી દૂર કરવી. 2022માં ગુજરાતના અત્યારના કોંગ્રેસના સમીકરણોને ધ્યાનમાં રાખીને અલગથી રણનીતિ તૈયાર કરવી. સંગઠનને મજબૂત બનાવવું સહીતના પડાકારો છે. જો કે, એ પહેલા જ નિરીક્ષક તરીકે મુખ્ય જવાબદારી અશોક ગેહલોતને આપવામાં આવી છે ત્યારે તેમના ઓબ્ઝર્વેશનમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના 35થી 40 આસપાસ ઉમેદવારોના નામો 15 સપ્ટેમ્બર પહેલા જાહેર કરવામાં આવશે ત્યારે જે તે સીટ પરથી ઉમેદવારોના નામો જાહેર થયા બાદ પણ કેટલીક નારાજગી સામે આવી શકે છે. જેથી આ પડકાર પણ મોટો સાબિત થઈ શકે છે. આપ પાર્ટી ત્રીજો પક્ષ છે ત્યારે રાજકીય રણનીતિ બનાવવી પડશે.

- રાહુલ ગાંધીના એક દિવસના પ્રવાસના આ છે કાર્યક્રમો

અમદાવાદ સર્કિટ હાઉસથી રીવરફ્રન્ટમાં યોજાઈ રહેલા બૂથના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે બુથ કાર્યકરોને સંબોધન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમમાં જશે. જ્યાંથી તેઓ બાપૂને પ્રણામ કરીને ભારત જોડો યાત્રાને આગળ ધપાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon