મારુતિ 800, ઓમ્ની અને અલ્ટોને પાવર આપતું 40 વર્ષ જૂનું એન્જિન થશે બંધ, આ છે મોટું કારણ
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી એક મોટું પગલું ભરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર કંપની 40 વર્ષ જૂના F8D એન્જિનનો ઉપયોગ કરવાનું બંધ કરી શકે છે. ભારતમાં તેનો ઉપયોગ સૌપ્રથમવાર 1984માં થયો હતો. મારુતિએ મારુતિ 800, ઓમ્ની અને અલ્ટોમાં F8D એન્જિનનો ઉપયોગ કર્યો છે. તે હજુ પણ મારુતિ અલ્ટોમાં વપરાય છે. ભારત સરકાર દ્વારા આગામી કડક ઉત્સર્જન સ્ટડર્ડને ધ્યાનમાં રાખીને F8D એન્જિનની 40 વર્ષ જૂની સફર ટૂંક સમયમાં સમાપ્ત થશે. F8D ત્રણ સિલિન્ડર 796cc પેટ્રોલ એન્જિન છે.
F8D માં ઘણા ફેરફારો
આ એન્જિન મૂળ 1970ના દાયકામાં જાપાનમાં F8 નામથી બનાવવામાં આવ્યું હતું. આ એન્જિન 1983માં ભારતમાં આવ્યું હતું, જેને F8D એન્જિન કહેવામાં આવતું હતું. એન્જિનને વર્ષ 2000 માં અપડેટ કરવામાં આવ્યું હતું, જેણે તેની કામગીરીમાં વધુ વધારો કર્યો હતો. તેને ફ્યુઅલ ઇન્જેક્શન અને સિલિન્ડર દીઠ ચાર વાલ્વ સાથે પણ અપગ્રેડ કરવામાં આવ્યું હતું. આનો અર્થ એ થયો કે તે માત્ર તે સમયના BS2 ઉત્સર્જન ધોરણો માટે જ નહીં, પરંતુ 2020માં આવેલા BS6 ઉત્સર્જન ધોરણો માટે પણ તૈયાર છે.
ચાર દાયકાની સફર
F8 એન્જિન મારુતિ સુઝુકીની મારુતિ 800, મારુતિ ઓમ્ની અને મારુતિ અલ્ટો કારને પાવર આપે છે. ઓટો વેબસાઈટ ઓટોકાર અનુસાર છેલ્લા ચાર દાયકાથી દેશમાં ઘણી મોટી એન્ટ્રી-લેવલ કારમાં આ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એન્જિન ભારતીય બજારમાં ટાટા નેનોની એન્ટ્રી અને એક્ઝિટનું સાક્ષી પણ હતું. આ એન્જિન હાલની મારુતિ 800ને પણ પાવર આપે છે, જે ARAI રેટેડ 24.5 પ્રતિ કિમી માઈલેજ ધરાવે છે.
ઉત્સર્જન નિયમો એક પડકાર
F8 એન્જિન શરૂઆતમાં 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઓફર કરવામાં આવ્યું હતું. બાદમાં તેને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું હતું. થોડા સમય માટે, આ એન્જિન 3-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે પણ ઉપલબ્ધ હતું. આગામી કડક ઉત્સર્જન ધોરણોને ધ્યાનમાં રાખીને, જ્યારે વોલ્યુમ ઓછું હોય ત્યારે દરેક એન્જિનને અપગ્રેડ કરવું કાર કંપનીઓ માટે ખર્ચાળ અને અવ્યવહારિક સાબિત થઈ શકે છે..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.