ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે - At This Time

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક રાજકીય પાર્ટીના નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અર્થે ગુજરાત આવી રહ્યા છે. આ માટે આગામી 20મી તારીખે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આગામી 20મી સપ્ટેબરના રોજ ગુજરાતના રાજકોટ અને મોરબીના પ્રવાસે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા આવી રહ્યા છે જે માટે ભાજપ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

રાજકોટ ખાતે રેસકોર્સ મેદાનમાં કાર્યકર્તાઓને સંબોધશે. આ સંમેલનમાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ સહીત 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત મોરબી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મોરબીમાં ભવ્ય રોડ શૉ કરેશે. આ રોડ શૉ ને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારી કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon