પીએમ મોદીએ ચીનને આપી દીધી 1000 વર્ગ કિલોમીટરની જમીન : રાહુલ ગાંધી - At This Time

પીએમ મોદીએ ચીનને આપી દીધી 1000 વર્ગ કિલોમીટરની જમીન : રાહુલ ગાંધી


કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર પ્રહાર તેજ કરી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જ્યાં એક ખાનગી અખબારમાં લેખ લખીને સરકારને ઘેરી તો બીજી તરફ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ ચીન સાથે યુદ્ધ કર્યા વગર જ 1000 વર્ગ કિલોમીટર જમીન સોંપી ધીધી છે. તેમણે સરકારને પૂછ્યું કે આ જમીન ક્યારે પછી મળશે ?

રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે ચીને લદ્દાખ સરહદ પર એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે બંને દેશોએ પૂર્વ લદ્દાખના ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં સ્થિત પેટ્રોલિંગ પોઈન્ટ-15 (PP-15) પરથી તેમની સેના પાછી ખેંચી લીધી છે.

મેં 2020માં શરૂ થઇ હતી લડાખમાં ગતિરોધ

ભારત અને ચીન વચ્ચે પૈગોન્ગ ઝીલ ક્ષેત્રમાં હિંસક ઝડપ થઇ હતી ત્યારબાદ 5 મેં 2020માં પૂર્વી લડાખ સીમા પર ગતિવિધિ શરૂ થઇ ગઈ હતી. આ બાદ બંને પક્ષોએ ધીરે ધીરે પોતાના હજારો સૈનિકો અને ભારે હથિયારો સાથે ત્યાં તૈનાત કર દીધા હતા. લાંબી સૈન્ય અને કુટીનીતક વાતોની એક શ્રુંખલા બાદ બંને પક્ષોએ ગયા વર્ષે પૈગોંગ ઝીલની ઉત્તર અને દક્ષિણ તટથી ગોગરા ક્ષેત્રમાં પોતાની સેનાઓને પાછી ખેંચી લીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon