ડીસામાં મહિલાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરાતા કલેક્ટરે આપ્યો જમીન માપણીનો હુકમ - At This Time

ડીસામાં મહિલાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરાતા કલેક્ટરે આપ્યો જમીન માપણીનો હુકમ


બનાસકાંઠા

ડીસામાં મહિલાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરાતા કલેક્ટરે આપ્યો જમીન માપણીનો હુકમ

Land Grabbing : ડીસામાં મહિલાની જમીન પર ગેરકાયદેસર દબાણની ફરિયાદ થતા કલેક્ટરે જમીનની માપણીનો હુકમ કર્યો
ડીસા તાલુકાના ભોંયણ ગામે એક મહિલાની જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ કરતા કલેક્ટરના આદેશ અનુસાર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણીની કાર્યવાહી શરૂ કરાઈ હતી.ડીસા તાલુકાના ભોંયણ ગામે રહેતા જમણીબેન પ્રજાપતિ રેસીડેન્ટ સર્વે નંબર 101, 130 અને 135ની માલિકી ધરાવે છે.

જેમની બાજુમાં રેસીડેન્ટ સર્વે નંબર 132માં અમથાભાઈ નામના વ્યક્તિ રહે છે તેઓએ આ મહિલાની જમીન પચાવી પાડવા માટે ગેરકાયદેસર દબાણ કર્યું હતું.જેથી જમણીબેને જિલ્લા કલેકટરને 14 મહિના અગાઉ ફરિયાદ કરી હતી. તેમની જમીન પર કરેલ ગેરકાયદેસર દબાણ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદી નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી.

જે બાબતે જિલ્લા કલેકટરે ફરિયાદીની જમીનની માપણી કરવાનો હુકમ કર્યો હતો. જે જમીન માપણીની સીટ બનાવવા માટે આજે અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે મહિલાના ખેતરે આવી પહોંચ્યા હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનની માપણી કરી તેને સીટ તૈયાર કરી જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.