ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેએલ રાહુલના 2 હજાર રન પુરા થયા, બનાવ્યા આ રેકોર્ડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%9f%e0%ab%80-20-%e0%aa%86%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%87/" left="-10"]

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેએલ રાહુલના 2 હજાર રન પુરા થયા, બનાવ્યા આ રેકોર્ડ


મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતના વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (55) અને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા (71) રનની ઇનિંગ રમી હતી.

રાહુલે પોતાની ઇનિંગ દરમિયાન ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 2 હજાર રન પુરા કરી લીધા છે અને તે આ આંકડા સુધી પહોચનારો સૌથી ફાસ્ટ ભારતીય બેટ્સમેન બની ગયો છે.

રાહુલ ગાંધીએ ફટકારી 18મી અડધી સદી

ઇનિંગની શરૂઆત કરનારા રાહુલે પોતાની ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની 18મી અડધી સદી 32 બોલમાં ફટકારી હતી, તેને 35 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સરની મદદથી 55 રન બનાવ્યા હતા. પોતાની બેટિંગ દરમિયાન રાહુલે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 42 બોલમાં 68 રન બનાવ્યા હતા. સારી બેટિંગ કરી રહેલા રાહુલ 103 રનના સ્કોર પર ત્રીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો.

ચોથો સૌથી ઝડપી 2 હજાર રન પુરા કરનાર બેટ્સમેન છે રાહુલ

રાહુલે 58 ઇનિંગમાં પોતાના 2 હજાર રન પુરા કર્યા છે. તે ચોથો સૌથી ઓછી ઇનિંગમાં આ આંકડા સુધી પહોચ્યો છે. મહત્વપૂર્ણ છે કે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 2 હજાર રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનના નામે છે. આ બન્ને પાકિસ્તાની બેટ્સમેનોએ 52-52 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે ભારતના વિરાટ કોહલીએ 56 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.

ટી-20માં 2 હજાર રન પુરા કરનાર ત્રીજો ભારતીય બન્યો રાહુલ

રાહુલ ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરમાં 2 હજાર રનના આંકડાને પાર કરનાર ભારતનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે, આ પહેલા રોહિત શર્મા (3,631) અને વિરાટ કોહલી (3,586) આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પોત પોતાના 2 હજાર રન 2018માં પુરા કર્યા હતા. રાહુલ તે 19 બેટ્સમેનમાંથી એક છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2 હજાર રન કરતા વધુ રન બનાવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]