ચિદંમબરમે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે એક દિવસ ભારતના બધા ધારાસભ્યોને ખરીદી લેશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%9a%e0%aa%bf%e0%aa%a6%e0%aa%82%e0%aa%ae%e0%aa%ac%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0/" left="-10"]

ચિદંમબરમે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે એક દિવસ ભારતના બધા ધારાસભ્યોને ખરીદી લેશે


પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ગોવામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની પણ તારીફ કરી હતી કે જે પોતાના સાથી સાથે સત્તાધારી ભાજપમાં સામેલ ન થયા. ચિદંમબરમે કહ્યું કે આ ત્રણ ધારાસભ્યએ ભગવાન, પાર્ટી અને મતદારો તેમજ સિદ્ધાંતો પ્રત્યે દ્રઢ નિષ્ઠાનો પરિચય આપ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંમબરમે ગઈકાલે કહ્યું કે 2014 પછી ભારતીય બજારમાં એક જથ્થાબંધ ખરીદાર છે જે એક દિવસ તે ખરીદાર લગભગ બધા ધારાસભ્યોને ખરીદી લેશે અને દેશના મતદારોને મજાક ઉડાવશે.

પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહીત તટીય રાજ્યના 11 કોંગ્રેસી ધારાસભ્યોમાંથી આઠ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે જેનાથી વપક્ષ દળને ભારે ઝાટકો લાગ્યો છે. 40 સદસ્ય પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસની પાસે હવે ફક્ત ત્રણ જ ધારાસભ્ય રહ્યા છે. આ ત્રણ ધારાસભ્યમાં કાર્લોસ ફરેરા, યુરી અલેમાઓ, અલ્ટોન ડી કોસ્ટા વધ્યા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંમબરમ સતત ટ્વિટ કરીને કહ્યું કે ગોવાના રાજકારણનું અભિશાપ ધારાસભ્યોની ખરીદી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે જ્યાં સુધી ગોવાના લોકો વેચાયેલા ધારાસભ્યો સામે બળવો નહીં કરે ત્યાં સુધી તેઓ છેલ્લા બે દાયકાથી તેમની સાથે રહેલા શ્રાપને નાબૂદ કરી શકશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]