આગામી વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને જાણો પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ એવું તો શું કહ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%86%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7%e0%aa%be%e0%aa%a8%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80/" left="-10"]

આગામી વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને જાણો પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ એવું તો શું કહ્યું


આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું નહીં લડાવે તો નહીં લડીએ.આ નિવેદન આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન વિજય રુપાણીએ આપ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રુપાણીના મંત્રી મંડળ સાથેની સરકાર બરખાસ્ત કરાતા ભૂપેન્દ્ર પટેલની સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી પહેલા સરકાર બદલવામાં ાવતા તેમજ જૂનાને ટિકિટ ના આપવાની વાતને લઈને નો રિપીટ થીયરી બીજેપી અજમાવી શકે છે.
જેથી વિજય રુપાણીએ પણ આજે નિવેદનમાં કહ્યું છે કે, ચૂંટણી લડાવશે તો લડીશું, પરંતુ નો રિપીટ થીયરીમાં ટિકિટ આપવાને લઈને અનેક સવાલો બીજેપીમાં છે. બીજેપીનું ગુજરાત મોડલ દેશમાં અસ્તિત્વમાં લાગૂ કરાય છે.
જો કે, મીડિયા સાથેની વાચચીતમાં પૂર્વ મુખ્યમંત્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની ઓળખ મેળવી ચૂકેલા વિજય રુપાણીએ વધુમાં કહ્યું કે, અમારે ત્યાં વ્યક્તિ નહીં પાર્ટી નિર્ણય લે છે. પાર્ટી જે પણ નિર્ણય કરશે એ મુજબ કામ કરીશ. અગાઉ પણ કાર્યકર્તા હતો અને રહીશ. બીજેપીની સરકાર પૂનઃ પ્રસ્થાપિત થાય તે રીતે પ્રયત્ન કરીશું.

ઉલ્લેખનીય છે કે, બીજેપી દ્વારા અત્યારે તમામ મોર્ચે ચૂંટણીીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, ચૂંટણી પહેલા બીજેપી દ્વારા આગામી સમયમાં જ જલદી 182 ધારાસભ્યોની યાદી તૈયાર કરવામાં આવશે. જો કે, એ પહેલા અત્યારે જે તે વિસ્તારમાં ધારાસભ્યોની કામગિરીનું નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]