અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૨ સપ્ટેમ્બર ભરતી મેળો યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%9c%e0%aa%97%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9a%e0%ab%87/" left="-10"]

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૨ સપ્ટેમ્બર ભરતી મેળો યોજાશે


અમરેલી, તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (શનિવાર) અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન,અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. ખાનગી ક્ષેત્રના એકમ સુખમા સન્સ એન્ડ એસોસિએટના કરાર પર હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર (ઇન્ડ઼િયા) પ્રા.લી. વિઠલાપુર માટે ૧૮થી૨૬ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી લાયકાત ધરાવનાર ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ભરતી મેળામાં ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લીમીટેડ વડોદરા માટે ૧૮થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા ધો. ૧૦ અને ધો.૧૨ રાસ અને આઈટીઆઈની તકનિકી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]