વોટ્સએપ મેસેજ મોકલ્યા પછી પણ થશે એડિટ, આ ફીચર છે અદ્ભુત, લીક થઈ વિગતો

વોટ્સએપ મેસેજ મોકલ્યા પછી પણ થશે એડિટ, આ ફીચર છે અદ્ભુત, લીક થઈ વિગતો


WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. યુઝર્સ એક્સપિરિયન્સને બહેતર બનાવવા માટે એપ્લિકેશન સમય સમયે નવા ફિચર એડ કરતી રહે છે. એપ્લિકેશન ડેવલપર્સ આ સુવિધાઓને રિલીઝ કરતા પહેલા બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ કરે છે. આવું જ એક ફીચર WhatsApp બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે.

આ ફીચર વોટ્સએપના સ્ટેબલ વર્ઝન પર જલ્દી જ જોઈ શકાશે. આ ફીચરની મદદથી તમે મોકલેલા વોટ્સએપ મેસેજને એડિટ કરી શકો છો. જોકે, સ્થિર વર્ઝન પર આ ફીચર ક્યારે આવશે તેના વિશે હાલ કંપની દ્વારા કોઈ જાણકારી અપાઈ નથી. પહેલાથી જ ટેલિગ્રામ એપ પર મેસેજ એડિટ કરવાની સુવિધા મળી છે. ચાલો જાણીએ WhatsAppના આવનારા ફીચરની વિગતો.

WhatsApp મેસેજ એડિટ ફીચર કેવી રીતે કામ કરશે?

વોટ્સએપનું લેટેસ્ટ ફીચર WABetaInfo દ્વારા જોવામાં આવ્યું છે. વોટ્સએપ v2.22.20.12માં મેસેજ એડિટ કરવાની સુવિધા જોવા મળી છે. વેબસાઇટે તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તમે તેની વિગતો જોશો.

સ્ક્રીન શોટમાં દેખાતા મેસેજમાં લખ્યું છે, 'તમે એડિટેડ મેસેજ મોકલ્યો છે. જો તમે WhatsApp ના લેટેસ્ટ વર્ઝન પર છો, તો તમને આ ફીચર જોવા મળશે.

જોકે, આ ફીચર હાલમાં તમામ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. આ સ્ક્રીનશોટથી સ્પષ્ટ છે કે કંપની આ ફીચર પર કામ કરી રહી છે, જે આવનારા સમયમાં રોલઆઉટ થઈ શકે છે.

ઓછામાં ઓછા એન્ડ્રોઇડ યુઝર્સ જલ્દી જ આ ફીચર જોઈ શકશે. રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સને મેસેજને એડિટ કરવા માટે તેને લાંબો સમય દબાવવો પડશે. આ પછી તેમને એડિટનો વિકલ્પ મળશે.

ચાલી રહ્યું છે ઘણા ફિચર્સનું ટેસ્ટિંગ

તમે મેસેજ મોકલ્યા પછી કેટલા સમય સુધી એડિટ કરી શકો છો તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. વોટ્સએપ અન્ય ઘણા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ યુઝર્સને તેમનું ઓનલાઈન સ્ટેટસ હાઇડનો ઓપ્શન મળી શકે છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ જેવું સ્ટેટસનું ફીચર પણ આપી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »