વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાએ જીત્યો વધુ એક મેડલ, પાંચ મેડલ જીતનાર પ્રથમ ભારતીય રેસલર બન્યો

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાએ જીત્યો વધુ એક મેડલ, પાંચ મેડલ જીતનાર પ્રથમ ભારતીય રેસલર બન્યો


વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાએ વધુ એક મેડલ જીત્યો છે. તે પાંચ મેડલ જીતનાર પ્રથમ ભારતીય રેસલર બની ગયો છે.

દિગ્ગજ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે આ મેચ રિપેચેજમાં જીતી છે, બજરંગનો આ વર્લ્ડ ચેમ્પિયનશિપનો 5મો મેડલ છે. અગાઉ બજરંગે એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીત્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આટલા મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય છે.

આ સ્પર્ધા બેલગ્રેડમાં રમાઈ રહી છે. આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા વિનેશ ફોગાટે બ્રોન્ઝ અપાવ્યો હતો. આ સાથે ભારતે બે મેડલ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનનો અંત કર્યો છે.

બજરંગે શાનદાર વાપસી કરી હતી

બ્રોન્ઝ મેડલ મેચમાં 28 વર્ષીય ભારતીય કુસ્તીબાજએ 65 કિલોગ્રામ વજનમાં જબરદસ્ત વાપસી કરી હતી. અગાઉ તે પ્યુર્ટો રિકનના ખેલાડી સેબેસ્ટિયન રિવેરાથી 6-0થી પાછળ હતો. જે બાદ જોરદાર વાપસી કરીને 11-9થી જીત મેળવી હતી.

બજરંગ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો

બજરંગ પુનિયા તેની ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના યિયાન્ની ડાયકોમિહાલિસ સામે હારી ગયો હતો. તકનીકી શ્રેષ્ઠતાના આધારે તેમના વિરોધીએ જીત મેળવી હતી. બજરંગ રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચ્યો હતો અને મેચ જીતી હતી.

શું છે રેપચેઝ

રેપચેઝ શરૂઆતના રાઉન્ડમાં હારી ગયેલા કુસ્તીબાજને વધુ એક તક આપે છે. પરંતુ શરત તે છે કે જે પહેલવાન સામે તે શરૂઆતમાં હાર્યો હોય અને તે પહેલાવાન ફાઈનલમાં પહોંચી જાય તો જ રેપચેઝનો ફાયદો મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો પ્રારંભિક રાઉન્ડમાં હારેલા ફાઇનલિસ્ટ કુસ્તીબાજોને રિપેચેજ રાઉન્ડમાંથી બ્રોન્ઝ જીતવાની તક હોય છે.

30 રેસલર ગયા હતા માત્ર જીત્યા 2 મેડલ

ભારતે ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે 30 સભ્યોની ટીમ ઉતારી હતી, પરંતુ માત્ર બે મેડલ જીત્યા છે. ભારતનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. જે ખેલાડીઓની અપેક્ષા હતી, તેમનું પ્રદર્શન ધાર્યા કરતા પણ વધારે ખરાબ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »