ભર બજાર વચ્ચે જ માર્ગ પર સળિયા ઉપસી આવ્યા,ભરૂચ ના કતોપોર બજાર ના મુખ્ય માર્ગ બન્યા બિસ્માર

ભર બજાર વચ્ચે જ માર્ગ પર સળિયા ઉપસી આવ્યા,ભરૂચ ના કતોપોર બજાર ના મુખ્ય માર્ગ બન્યા બિસ્માર


ભરૂચ-કતોપોર બજાર માર્ગ બન્યો અત્યંત બિસ્માર,ભર બજાર વચ્ચે માર્ગ પર સળિયા ઉપસી આવ્યા

ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ કતોપોર બજાર માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોય તેવી સ્થિતિ નું સર્જન થયું છે,નગર પાલિકા ના વોર્ડ નંબર ૧૦ માં આવેલ આ વિસ્તારમાં મુખ્ય બજાર હોય રોજ ના હજારો લોકો ની અવરજવર અહીંયા થી થતી હોય છે,પરન્તુ ચાલુ વર્ષે વરસાદી માહોલ બાદ આ વિસ્તારના રસ્તા બિસ્માર બની ગયા હોવાની બુમો લોકો વચ્ચે થી સામે આવી રહી છે,

ભરૂચ નો હાર્દસમાં કતોપોર બજાર વિસ્તારમાં શાક ભાજી વિક્રેતા સહિત કપડાં અને વેપાર ધંધા કરવા માટેની હજારો દુકાનો અહીંયા આવેલી છે,જ્યાં અનેક વેપારીઓ પોતાનો રોજગાર મેળવી પરીવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે,તો બીજી તરફ બજાર માંથી પસાર થતો મુખ્ય માર્ગ જ અત્યંત બિસ્માર બનતા માર્ગ ઉપર સળિયા ઉપસી આવતા અહીંયા થી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સમાન સ્થિતિ નું સર્જન થયું છે,

સ્થાનિકો નું માનવા માં આવે તો કતોપોર બજાર તરફ આવતા અનેક રસ્તાઓ ચોમાસા ની ઋતુ માં ધોવાઈ ગયા છે તો કેટલાક સ્થળે તો મસ મોટા ખાડા પડી જવાના કારણે અહીંયા થી પસાર થવામાં પણ લોકોને તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં નગર પાલિકા નું તંત્ર વહેલી તકે આ વિસ્તારમાં બિસ્માર બનેલા માર્ગો નું રીપેરીંગ કાર્ય હાથધરે તેવી સ્થાનિકો સહિત વેપારી વર્ગ માંગ કરી રહ્યા છે,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »