દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 4 હજારથી વધુ નવા કેસ, 15 લોકોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 4 હજારથી વધુ નવા કેસ, 15 લોકોના મોત


છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના 4,043 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,676 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે. હવે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ વધીને 47,379 થઈ ગયા છે. ભારતમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 1.37 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 15 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5,28,370 થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે કોરોનાના સક્રિય કેસ કુલ સંક્રમણના 0.11 ટકા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.71 ટકા થઈ ગયો છે.

ગઈકાલની સરખામણીએ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના કેસમાં 648 ઘટાડો નોંધાયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક પોઝિટિવિટી રેટ 1.37 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.81 ટકા છે.

કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 39 લાખ 67 હજાર 340 (4,39,67,340) થઈ ગઈ છે. કોરોના કેસનો મૃત્યુદર 1.19 ટકા નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 216.83 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં આ રીતે કોરોનાના કેસ વધ્યા

ભારતમાં કોરોનાના કેસ કેવી રીતે ઝડપથી વધ્યા તે જોઈએ તો 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં કોરોનાના 20 લાખ કેસ હતા. 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બર 2020 ના રોજ કોરોના કેસો 50 લાખને પાર કરી ગયા હતા. 28 સપ્ટેમ્બર 2020 ના રોજ 60 લાખ કેસ હતા, જયારે 11 ઓક્ટોબરના રોજ 70 લાખ કોરોના કેસ સામે આવ્યા હતા. 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બર 2020ના રોજ કોરોના કેસની સંખ્યા એક કરોડને વટાવી ગઈ હતી.

દેશમાં 4 મે 2021ના ​​રોજ બે કરોડ કોરોના કેસ સામે આવ્યા હતા અને ગયા વર્ષે 23 જૂન 2021ના ​​રોજ કોરોના કેસની સંખ્યા ત્રણ કરોડ વટાવી ગઈ હતી. જયારે આ વર્ષે 25 જાન્યુઆરીએ કોરોનાના કેસનો આંકડો ચાર કરોડ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »