ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઘરગથ્થુ ઉપાયો જરૂર અજમાવો

ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઘરગથ્થુ ઉપાયો જરૂર અજમાવો


આંખ એ સુંદરતાની નિશાની છે. આંખ ઘણી બધી વસ્તુઓ બતાવતી હોય છે. આંખ તમારી સુંદરતામાં વધારો કરે છે. જો તમારી આંખની આસપાસ કાળા કુંડાળા હોય તો તે બહુ જ ખરાબ લાગે છે. ડાર્ક સર્કલની સમસ્યા ઘણી વખત તમને શરમમાં મુકી દે છે. એમ તો બજારમાં ઘણા બધા પ્રોડક્ટ મળતા હોય છે જેનાથી તમે ડાર્ક કરીને દૂર કરી શકો છો. અમુક વખત આ પ્રોડક્ટ સેનસીટીવ સ્કીન પર સાઈડ ઈફેક્ટ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે ઘરે જ અમુક ઉપાયો કરવા જોઈએ. આજે અમે તમને અમુક અગરગથ્થુ ઉપાયો બતાવીશું. આનાથી તમારા ડાર્ક સર્કલ આરામથી દૂર થઈ જશે.
ડાર્ક સર્કલને દૂર કરવા માટે સંતરાના છોટલાને સુકવી દો. ત્યારબાદ તેનો પાવડર બનાવી લો. આ પાઉડરમાં થોડું ગુલાબજળ એડ કરો. આ મિશ્રણને આંખની આસપાસ લગાવો. થોડા સમય સુધી આ ઉપાય કરવાથી તમારા ડાર્ક સર્કલ ધીરે ધીરે દૂર થશે. ટામેટાનો રસ પણ ડાર્ક સર્કલને દૂર કરવા માટે ઘણો ઉપયોગી હોય છે. આના માટે ટામેટાના રસમાં થોડા લીંબુના રસના ટીપા નાખી એક મિશ્રણ બનાવો. આ મિશ્રણને કાળા ઘેરા ઉપર લગાવો. 10-15 મિનિટ આ મિશ્રણને રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. આ સિવાય તમે ટી-બેગનો પણ ઉપયોગ કરી શકો છો. આના માટે ટી બેગ પાણીમાં બોળી ફ્રીજમાં મૂકી દો. ત્યારબાદ ને આંખો ઉપર મૂકી આંખ બંધ કરીને 10 મિનિટ સુધી રહેવા. દિવસમાં બે વાર તમે આ ઉપાય જરૂરથી કરો. આનાથી ડાર્ક સર્કલ દૂર થશે.
દોસ્તો, જો તમને અમારી આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો અને શેર જરૂર કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »