ખુશખબર! હવે SBIએ ફંડ ટ્રાન્સફર સુવિધામાં મોટો ફેરફાર કર્યો, જાણો દરેક વિગત

ખુશખબર! હવે SBIએ ફંડ ટ્રાન્સફર સુવિધામાં મોટો ફેરફાર કર્યો, જાણો દરેક વિગત


દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફંડ ટ્રાન્સફરને લગતા નિયમોમાં એકવાર ફરી બદલાવ કર્યો છે. એસબીઆઇએ મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર એસએમએસ ચાર્જ હટાવ્યો છે. ગ્રાહકો હવે યુએસએસડી સેવાઓનો ઉપયોગ કર્યા વગર કોઇપણ વધારાના ચાર્જ વગર સરળતાપૂર્વક લેણદેણ કરી શકે છે.

બેન્ક અનુસાર તેનાથી યૂઝર્સ પર ઓછો બોજ પડશે તેમજ મોબાઇલ ફંડ ટ્રાન્સફર વધુ કિફાયતી તેમજ વ્યવહારિક થશે. બેન્કના આ પગલાનો હેતુ જરૂરિયાતમંદ તેમજ ગરીબ લોકોની વચ્ચે મોબાઇલ બેન્કિંગને લોકપ્રિય બનાવવાનો છે. બેન્કે કહ્યું કે ફી ઓછી થવાથી મોબાઇલ મારફતે ફંડ/મની ટ્રાન્સફરમાં લોકોને સરળતા રહેશે તેમજ તેઓ તેનો મહત્તમ ઉપયોગ કરી શકશે.

એસબીઆઇએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ઇન્ફોગ્રાફિક શેર કરીને લખ્યું કે મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર હવે એસએમએસ ચાર્જ હટાવી દેવામાં આવ્યો છે. યૂઝર્સ હવે કોઇપણ વધારાના ચાર્જ વગર સરળતાપૂર્વક લેણદેણ કરી શકશે.

શું છે USSD
Unstructured Supplementary Service Data જેને USSDના નામથી પણ જાણવામાં આવે છે, તે એક એવી સેવા છે જેનો ઉપયોગ મની ટ્રાંસફર, તમારા ખાતાનું બેલેન્સ જાણવા, મિની સ્ટેટમેન્ટ જનરેટ કરવા તેમજ અન્ય વસ્તુઓ માટે ઉપયોગમાં લઇ શકાય છે. તે સેવાની સાથે યૂઝર્સ સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટ કનેક્શન વગર પણ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. આ ફીચર ફોન પર પણ કામ કરે છે.

કઇ રીતે ઉપયોગ થાય છે
ફોન પર *99# કોડની સાથે મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરીને, યૂઝર્સ સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટ કનેક્શન વગર ફંડ ટ્રાન્સફર અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ સહિતની મુખ્ય બેન્કિંગ સેવાનો લાભ ઉઠાવી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »