કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં લીધા અંતિમ શ્વાસ


પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે અવસાન થયું. ખૂબ જ દુઃખની વાત છે કે રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં હતા. એક જીમમાં વર્કઆઉટ દરમિયાન બેભાન થઈ ગયા હતા. 41 દિવસ વીતી ગયા પછી પણ તેઓને હોશ આવ્યો ન હતો.

10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમને સ્ટ્રોક આવ્યો હતો. આ પછી તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ 40 દિવસ પછી તેમનું અવસાન થયું હતું.

કોમેડી શોથી મળી હતી રાજુને ઓળખ

રાજુ શ્રીવાસ્તવ શોબિઝ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેમણે ઘણી ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું. રાજુએ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. રાજુને તેમની ઓળખ કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી હતી. આ શોની સફળતા બાદ રાજુએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. રાજુ શ્રીવાસ્તવ એક્ટર, કોમેડિયન હોવાની સાથે સાથે નેતા પણ હતા. તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. કોઈ પણ ગોડફાધર વિના રાજુને આટલી સફળતા મેળવતા જોવું પ્રેરણાદાયક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »